યોગ પૂજા
વ્યતીપાત યોગ , વૈધૃતિ યોગ
વ્યતિપાત યોગ/ વૈધૃતિ યોગ
જે દિવસે બાળકનો જન્મ થાય એ દિવસે આપણે જન્મ તારીખ જન્મ સમય અને જન્મ સ્થળ ની નોંધ રાખવાની આપણી આ ભારતીય પરંપરા છે અને સંસ્કાર પણ છે જે દિવસે બાળકનો જન્મ થાય તે દિવસનો ચંદ્ર જોઈ બાળકનું નામ રાખવામાં આવે છે એટલે કે રાશિ જોઈને બાળકનું નામ રાખવામાં આવે છે આ સિવાય બાળકનું જન્મ નક્ષત્ર જન્મ યોગ આપણ બાળકના જીવન પર ખૂબ અસર કરે છે વ્યતિપાત યોગ /વૈધૃતિ યોગમાં બાળકનો જન્મ હોય તો વ્યતિપાત યોગ / વૈધૃતિ યોગની શાંતિ પૂજા કરાવી પડે છે આ શાંતિ પૂજા કરવાથી બાળકના જીવનમાં આવતા અવરોધો દૂર થાય છે અને ઉત્તરોઉત્તર જીવનમાં પ્રગતિના પંથે આગળ વધે છે કોઈપણ નક્ષત્ર યોગ ની પૂજા દીકરો અને દીકરી નાનપણની ઉંમરમાં જ આ બધી પૂજા કરાવી હિતાવહ છે જેથી કરી બાળકને પોતાના જીવન દરમિયાન અભ્યાસમાં પોતાનું કેરિયર બનાવવામાં લગ્નમાં કોઈપણ જાતની તકલીફ અને સમસ્યાઓનું સામનો કરવો પડતો નથી.
આ બંને યોગની પૂજા જે દિવસે વ્યતિપાત યોગ હોય અને વૈધૃતિ યોગ હોય તે દિવસે જ આ બંનેની યોગ પૂજા થઈ શકે છે અન્યથા કોઈ બીજા દિવસે કાંતો કોઈ બીજા યોગના દિવસે આ બંને યોગ પૂજા થઈ શકતી નથી તેની નોંધ રાખશો