About us

ચાંદોદ વિશે

ચાંદોદ નર્મદા તીર્થ ક્ષેત્ર પતિત પાવન માં નર્મદા . શ્રી વિષ્ણુ ભગવાને રેવાના ઉત્તર તટે ગુહ્યોમાં સૌથી વધારે ગુહ્ય તીર્થનું નિર્માણ કરેલું છે તે છે જલશાયી તીર્થ કે ચક્રતીર્થ નામે પ્રખ્યાત છે. ચાંદોદ (ચંડીપુર)નું આ પ્રાચીન તીર્થ વૈષ્ણવ તીર્થ તરીકે પણ જાણીતું છે. પૂર્વે તાલમેઘ નામનો મહાદૈત્ય હતો.

ચાનોદના પ્રખ્યાત મંદિરો

નર્મદા, ઓરસંગ અને સરસ્વતી નદીઓનું ત્રિવેણી સંગમ એટલે ચાંદોદ

આપણો ઇતિહાસ

ચાંદોદ નર્મદા તીર્થ ક્ષેત્ર પતિત પાવન માં નર્મદા . શ્રી વિષ્ણુ ભગવાને રેવાના ઉત્તર તટે ગુહ્યોમાં સૌથી વધારે ગુહ્ય તીર્થનું નિર્માણ કરેલું છે તે છે જલશાયી તીર્થ કે ચક્રતીર્થ નામે પ્રખ્યાત છે. ચાંદોદ (ચંડીપુર)નું આ પ્રાચીન તીર્થ વૈષ્ણવ તીર્થ તરીકે પણ જાણીતું છે. પૂર્વે તાલમેઘ નામનો મહાદૈત્ય હતો. તેને બધા દેવોને પરાજય કરી તેમનું રાજ્ય છીનવી લીધું. હું જ વિષ્ણુ છું એમ માનતો ગર્વ કરવા લાગ્યો. કુબેરનું ધન હારી લીધું. ઇન્દ્રનો હાથી હાર્યો. સૂર્યનો અશ્વ લેવા માગતો હતો આ જોઇને રુદ્રો, યમ, સ્કંદ, વરુણ, અગ્નિ, વાયુ, કુબેર મુંઝાઈ ગયા, ને બ્રમ્હાજી પાસે ગયા. પોતાની આપત્તિ જણાવી રક્ષણ માગ્યું. ત્યારે પ્રસન્ન વદને બ્રહ્માજી બોલ્યા; તાલમેઘ સમાન કોઈ બળવાન નથી. હે દેવો ! તે દાનવ મારા વડે પણ સાધ્ય નથી. એકલા માધવ વિષ્ણુ જ છે જે તેને હણી શકે છે. આમ કહી સર્વ દેવો સહિત બ્રહ્માજી ઉત્તર સાગરમાં જી જલશાયી નારાયણને સ્તુતિ કરવા લાગ્યા. શ્રીકૃષ્ણે સ્તુતિ સાંભળી દેવો ને અભય વરદાન આપ્યું, અને આશ્વાસન આપ્યું કે તેઓ તાલમેઘનો વધ જરૂર થી કરશે. જનાર્દને હાથમાં ચક્ર, ગદા, ધનુષ, શંખ, મુશળ, હળ, લઈને ગરુડ પર સવાર થઈને તાલમેઘનો વધ કરવા નીકળ્યા. જગન્નાથે હિમાલય પહોંચી તાલમેઘ સાથે યુદ્ધ કર્યું. ક્રોધે ભરાઈને તાલમેઘના મસ્તક પર અમોઘ ચક્ર છોડી તેનું મસ્તક શરીરથી અલગ કરી દીધું. આમ તાલમેઘનો નાશ થવાથી દેવો સ્વસ્થ બન્યાને હરિ શ્રીનો જયજયકાર બોલાવ્યો. દૈત્યનો નાશ કરવાથી હરિ વિષ્ણુનું ચક્ર શ્યામ પડી ગયું. પાપ નિવારણ માટે શ્રી વિષ્ણુ તીર્થાટન કરતા કરતા નર્મદા તટ પર આવ્યા. અહી તેમનું ચક્ર જેવું પહેલા હતું તેવું ઊજળું થઇ ગયું. તેથી નર્મદાનાં નીરની મહત્તા જાણીને શ્રી વિષ્ણુ નર્મદાનાં નીરને ક્ષીર સાગર માનીને ઉત્તર તટે શેષનાગની શૈયામાં લક્ષ્મીજી સાથે યુદ્ધનો થાક ઉતારવા પોઢી ગયા. આમ દૈત્યના લોહીથી ખરડાયેલ અને શ્યામ પડી ગયેલ ચક્રને અહીં જલમાં ધોવાથી તેજસ્વી બની ગયું તેથી આ ઘાટનું નામ ચક્રતીર્થ પડ્યું. અને તેથી જ નર્મદા નું આ તીર્થ એ શ્રેષ્ઠ તીર્થ માનવા માં આવે છે. શ્રી નારાયણ લક્ષ્મીજી સાથે આ તીર્થમાં પોઢી ગયા હોવાથી આ તીર્થ એ વૈષ્ણવ તીર્થ તરીકેનો મહિમા ધરાવે છે. અહી આ પવિત્ર તીર્થ માં નર્મદા સ્નાન કરીને દરેક પ્રવાસીઓ શ્રી શેષનારાયણ ભગવાનના દિવ્ય દર્શન કરવા અચૂક જાય છે. નર્મદાજીમાં વર્ષાઋતુમાં આવતા વારંવાર પુરને કારણે આ વૈષ્ણવ મંદિર ગ્રામના ઊચાણવાળા વિસ્તારમાં આવેલ છે. મંદિરના મુખ્ય પગથિયાં પૂરાં થતાં મંદિરનું મુખ્ય પ્રવેશદ્વાર એ પ્રાચીન તીર્થધામની યાદ અપાવે છે. પ્રવેશદ્વારમાં શ્રી નારાયણ મહારાજની મૂર્તિ સ્થાપિત કરેલ છે, જે શ્રી શેષનારાયણના પરમ ભક્ત હતા.



  • અમારી સેવાઓ
  • અમારા વિશે
  • પિતૃ કર્મ
  • ઉતરક્રિયા
  • જપકર્મ
  • જન્માક્ષર