નર્મદા નદી નર્મદા તથા વડોદરા જિલ્લાની સીમા પર થઈને ભરૂચ જિલ્લામાં પ્રવેશી વહેતી હોવાને કારણે તેની ઉપર ઘણાં જાણીતાં સ્થળો આવેલાં છે અને તે દરેક સ્થળ સુધી પહોંચવા માટેના પૂરતા માર્ગો પણ છે.
વાહન માર્ગેઃ ભરૂચ, રાજપીપળા, ચાણોદ અને ડભોઈ પહોંચવા માટે બસ સેવા ઉપલબ્ધ છે. સરદાર સરોવર ડેમ જોવા માટે ખાનગી વાહન દ્વારા પહોંચી શકાય. રેલ્વે દ્વારાઃ ભરૂચ સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન છે. ઉડ્ડયન દ્વારાઃ સૌથી નજીકનું હવાઈ મથક વડોદરા ખાતે આવેલું છે.