નાડીદોષ

નાડીદોષ

નાડીદોષ

નાડીદોષ

આજે દરેક વ્યક્તિ પસંદગીનો જીવનસાથી ઇચ્છે છે. જીવનસાથી ફક્ત દેખાવડો અને સુંદર હોય તેટલું જ પૂરતું નથી, પરંતુ જીવનસાથીનો સ્વભાવ, આચરણ, આયુષ્ય અને વ્યક્તિત્વ વગેરે બાબતો પર પણ વિચાર કરવો જોઇએ. ઋષિમુનિઓ કહે છે કે લગ્નસંસ્કાર એ સંતાન દ્વારા વંશવેલો ટકાવી રાખવાની ધાર્મિક પ્રક્રિયા છે. સંતાન એ દંપતીની પ્રથમ અને અંતિમ ઇચ્છા હોય છે. પ્રસન્ન-તંદુરસ્ત અને સુશીલ સંતાન મેળવવા લગ્ન પહેલાં પતિ-પત્નીના જન્માક્ષર મેળવવામાં આવે છે. જન્મપત્રિકા મેળવતા પહેલાં આઠ બાબતોનું નિરીક્ષણ કરવામાં આવે છે.

 

 

આ આઠ બાબતો એટલે વર્ણ, વૈશ્ય, તારા, યોનિ, ગ્રહમૈત્રી, ગણ, ભૃકુટ તથા નાડી. આ તમામ આઠ બાબતોમાંથી સૌથી વધુ આઠ ગુણ નાડીદોષને ફાળવવામાં આવ્યા છે. આમ નાડીદોષનું મહત્ત્વ લગ્નજીવનમાં આપોઆપ વધી જાય છે, કારણ કે નાડીદોષ સીધો જ સંતાનસુખ સાથે સંકળાયેલો વિષય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર નાડીદોષ હોય તો જાતકના સ્વાસ્થ્ય પર અને સંતાન સુખ પર તેની વિપરીત અસરો પડે છે. આથી નાડીદોષ અંગે પૂર્ણ વિચાર કરવો જોઇએ.
જ્યોતિષશાસ્ત્રમાં નાડી ત્રણ પ્રકારની છે. આ ત્રણ નાડી એટલે આદ્ય, મધ્ય અને અંત્ય. 27 નક્ષત્રોને આ ત્રણ નાડી વચ્ચે વહેંચવામાં આવ્યાં છે જે નીચે પ્રમાણે છે. 

જન્મપત્રિકા મેળવતા પહેલાં વર્ણ, વૈશ્ય, તારા, યોનિ, ગ્રહમૈત્રી, ગણ, ભૃકુટ તથા નાડી. એમ આઠ બાબતોનું નિરીક્ષણ કરવામાં આવે છે. જેમાં સૌથી વધુ આઠ ગુણ નાડીના છે

1. આદ્ય નાડી: અશ્વિની, આર્દ્રા, પુનર્વસુ, ઉત્તરા ફાલ્ગુની, હસ્ત, જ્યેષ્ઠા, મૂળ, શતભિષા અને પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં જન્મ લેનાર જાતક આદ્ય નાડીમાં આવે છે.


2. મધ્ય નાડી: ભરણી, મૃગશીર્ષ, પુષ્પ, પૂર્વા ફાલ્ગુની, ચિત્રા, અનુરાધા, પૂર્વાષાઢ, ધનિષ્ઠા અને ઉત્તરા ભાદ્રપદ આ નક્ષત્રમાં જન્મ લેનાર જાતક મધ્ય નાડીમાં આવે છે.


3. અંત્ય નાડી: કૃતિકા, રોહિણી, આશ્લેષા, મઘા, વિશાખા, ઉત્તરાષાઢા, શ્રવણ અને રેવતી આ નક્ષત્રમાં જન્મ લેનાર વ્યક્તિ અંત્ય નાડીમાં આવે છે.


ઉપરોક્ત આ ત્રણે નાડીઓને ત્રિદોષની સંજ્ઞા આપી છે. આ ત્રણ દોષ એટલે વાયુ, પિત્ત અને કફ. વાયુ પ્રધાન નાડી એટલે આદ્ય, પિત્ત પ્રધાન નાડી એટલે મધ્ય અને કફ પ્રધાન નાડી એટલે અંત્ય નાડી તરીકે ઓળખાય છે. જો વર-વધૂની નાડી એકસરખી થઇ જાય તો બંનેની તંદુરસ્તી અને સંતાન માટે અશુભ બને છે. દા.ત. વસ્તી નાડી આદ્ય અને વધૂની નાડી પણ આદ્ય હોય તો પતિ-પત્ની બંનેની નાડી વાત પ્રધાન થઇ કહેવાય. આથી તેમના લગ્ન કરવાથી વાત પ્રધાન રોગ શરીરમાં ઉત્પન્ન થાય છે જેની અસર સંતાનના સ્વાસ્થ્ય પર પડે છે. તે જ પ્રમાણે પતિ-પત્નીની નાડી મધ્ય નાડી હોય તો પિત્તજન્ય રોગ અને બંનેની અંત્ય નાડી હોય તો કફ પ્રધાન રોગ થાય છે. આમ, નાડીદોષના કારણે સંતાનના સ્વાસ્થ્ય અને ઉત્પત્તિની પ્રક્રિયા પર અવળી અસરો પડે છે. આમ, સ્ત્રી-પુરુષની નાડી એક હોય તો સંતાન સુખમાં ઊણપ આવે છે.


મુનિ મન્ત્રેશ્વર કહે છે કે નાડીદોષના કારણે લગ્નને ત્યજવા જોઇએ અને જો આમ અશક્ય હોય તો નાડીદોષની વિધિ કરવી અગર કરાવવી જોઇએ. 

અમારી સેવાઓ