પંચબલિ શ્રાદ્ધ

  • Home
  • Service
  • પંચબલિ શ્રાદ્ધ
પંચબલિ શ્રાદ્ધ

પંચબલિ શ્રાદ્ધ

પંચબલિ શ્રાદ્ધ

 પંચબલી શ્રાદ્ધ વિધિ

પંચબલી શ્રાદ્ધ વિધિ માં દરેક જ્યોતિષીઓ કર્મકાંડી બ્રાહ્મણ અને દરેક તીર્થસ્થાનો ના મંતવ્યો વિધિવિધાન ની પદ્ધતિઓ થોડોક સ્થાન પ્રમાણે જ્ઞાન પ્રમાણે ફેરફાર જોવા મળતો હોય છે આપણે જ્યારે બલી શબ્દ સાંભળીએ છે અને વાંચીએ છે ત્યારે આપના મગજમાં આપની બુદ્ધિક્ષમતા પૂર્વક બલી એટલે બલિદાન આપવું ના બલી એટલે અર્પણ કરવું આપણે હિંદુ સંસ્કૃતિ ધારણ કરી શકે એ મુજબ આપણે જે યજ્ઞ કર્મ કરીએ યા તો કોઈપણ શ્રદ્ધાથી કરીએ એ તમામ કર્મ અને એ કરવાનું સંપૂર્ણ ફળ આપણે જે દેવી-દેવતાઓ માટે અને પિતૃઓ માટે કર્યું હોય એને આપણે અર્પણ કરીએ છીએ આ પંચબલી શ્રાદ્ધ એ મોટામાં મોટું પિતૃઓ માટે નું શ્રાદ્ધ કર્મ છે પંચબલી શ્રાદ્ધ વિશે દરેકની માન્યતા અલગ અલગ છે આ પંચબલી શ્રાદ્ધ કર્મ બે દિવસ લઈને ત્રણ દિવસ સુધીનું આ કર્મ-પૂજા છે

કર્મની પદ્ધતિ નીચે મુજબ છે

1 પહેલા દિવસે આ ઘરમાં પ્રેત બલી ભૂત બલી આ બંને કર્મ કર્યા પછી નાગ દહર્નું કર્મ કરવામાં આવે છે.

પહેલા દિવસે પ્રેતબલી અને ભૂત બલી શ્રાદ્ધમાં આપણા પિતૃઓ પ્રેત યોનિમાં ભૂત યોનિમાં હોય તો આ બંને યોનિમાંથી એમને મુક્તિ મળે તે માટે પહેલા દિવસ નું શ્રાદ્ધ કર્મ પૂજા કરવામાં આવે છે. બીજા દિવસે નાગ બલી શ્રાદ્ધ કર્મ કરવાનું હોવાથી સાંજે નાગદહન કર્મ કરવામાં આવે છે.

2 બીજા દિવસે નાગ બલી શ્રાદ્ધ કર્મ-પૂજા કરવામાં આવે છે.

બીજા દિવસે સવારે નાગ બલી શ્રાદ્ધ કર્મ-પૂજા કરવામાં આવે છે આ પૂજા આપણા કોઈપણ પિતૃઓ નાગ યોનિમાં ભટકતા હોય જેમકે અને નાગિની પ્રાપ્ત થઈ હોય અને આપણા ઘરમાં સંતાન પ્રાપ્તિની કોઈપણ પ્રકારની આવી તકલીફ હોય અને આપણા ઘરમાં કોઈને નાગના સ્વપ્ન આવતા હોય કાં તો પછી આપણા કુટુંબમાં કોઈથી નાગ સર્પ જાણતા અજાણતા વધ થયો હોય તો આ શ્રાદ્ધ પૂજા કરવાથી એમાંથી મુક્તિ મળે છે

3 ત્રીજા દિવસે નીલ નારાયણ બલી શ્રાદ્ધ કર્મ કરવામાં આવે છે.

ત્રીજા દિવસનું આ શ્રાદ્ધકર્મ કરવાથી નીલ નારાયણ બલી શ્રાદ્ધ આપણા કુટુંબમાં કોઈપણ વ્યક્તિ અપરણિત હોય કે પછી ઘરેથી ભાગી ગયા હોય આપણને ખબર ના હોય કે જીવે છે કે મૃત્યુ પામ્યા ત્યારબાદ ગર્ભમાં જીવ નું મૃત્યુ થવું ત્યારબાદ સંતાનમાં લુલા લંગડા બહેરા અન્ય શારીરિક ખામી સાથે વારંવાર આપણા કુટુંબમાં સંતતિનો જન્મ થતો હોય તો એના માટે આ શ્રાદ્ધ કર્મ કરવાથી આપણને પિતૃઓના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે અને આપણને પિતૃઓ આયુ પ્રજા ધન વિદ્યા વૈભવ અને ઘરમાં જ સ્વર્ગના સુખની પ્રાપ્તિ કરાવે છે.

આ શ્રાદ્ધ કર્મ કારતક મહિનો ચૈત્ર મહિનો દર મહિનાની અમાવસ્યા અને ભાદ્રપદના વદ પક્ષમાં થઈ શકે છે આ શ્રાદ્ધકર્મ કરાવતા પહેલા યોગ્ય મહારાજની પંડિતની સલાહ લઈને આગળ કાર્ય કરવું હિતાવહ ભર્યું રહે છે.

 

અમારી સેવાઓ