સત્ય નારાયણ કથા
ભગવાન લક્ષ્મીનારાયણ પ્રસન્ન કરવા માટે અને ઘર મા દર પૂનમ ના દિવસે કથા થઈ શકે છે
ભગવાન લક્ષ્મીનારાયણ પ્રસન્ન કરવા માટે અને ઘર મા દર પૂનમ ના દિવસે કથા થઈ શકે છે
સત્ય નારાયણ ભગવાન ની કથાનો ઉલ્લેખ સ્કંદ પુરાણ ના રેવા ખંડમાં કરવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ આ કથા કરે છે તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ સાથે આ કથા અનેક રીતે તેની ઉપયોગીતા સાબિત કરે છે. ભગવાન સત્ય નારાયણની કથામાંથી સમાજના તમામ વર્ગોને સત્યનું શિક્ષણ મળે છે. સમગ્ર ભારત માં એવા અસંખ્ય લોકો છે જેઓ આ કથા પૂર્ણ ભક્તિ સાથે કરે છે. કથાના નિયમોનું પાલન કરે છે અને ઉપવાસ કરે છે. ગુરુવારે સત્ય નારાયણ ભગવાનની વ્રત કથા કરી શકાય છે. એવું માનવામાં આવે છે કે ભગવાન સત્ય નારાયણની કથા ભગવાન વિષ્ણુના સત્ય સ્વરૂપની કથા છે.
પંચાંગ અનુસાર ભગવાન દર પૂર્ણિમાએ સત્ય નારાયણની પૂજા ઉપાસના કરવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુના નારાયણ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.