મહામૃત્યુંજય જપ
આપના પરિવાર મા કોઈ વ્યક્તિ ની તબિયત ના તંદુરસ્ત રહેતી હોય તો ૧,૨૫,000 મહામૃત્યુંજય જપ કરવાં આવે છે જેથી મહાદેવજી કૃપા થાય છે અને જીવન તંદુરસ્ત રહે છે અને જીવન તકલીફ મા થી છુટકારો મડે છે
આપના પરિવાર મા કોઈ વ્યક્તિ ની તબિયત ના તંદુરસ્ત રહેતી હોય તો ૧,૨૫,000 મહામૃત્યુંજય જપ કરવાં આવે છે જેથી મહાદેવજી કૃપા થાય છે અને જીવન તંદુરસ્ત રહે છે અને જીવન તકલીફ મા થી છુટકારો મડે છે
ગવાન શિવ એ મહાદેવ કહેવાયા છે. શિવ એ રુદ્રની ભાવનામાંથી ઉદ્ભવ્યા છે. શિવ સંહારક અને સર્જનહાર દેવ કે ઈશ્વર કહેવાયા છે. તેઓને સર્વોત્તમ મનાયા છે. શિવ સર્વાંગે સુંદર અને એક રૂપે ઘણા જ સૌમ્ય છે. સ્વભાવે બહુ ભોળા અને દયાળુ છે. ઉપનિષદમાં તેને એક જ દેવ તરીકે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લયના કારણ રૂપ વર્ણન વર્ણવ્યા છે.
શિવની સ્તુતિ રૂપે રચિત આ મહાન મંત્રનો ઉલ્લેખ ઋગવેદમાં જોવા મળ્યો છે. એથી એને મહામૃત્યુંજય મંત્ર એટલે કે મૃત્યુ ઉપર વિજયનો મંત્ર કહેવાયો છે.
આ મંત્રના ઘણા નામ અને રૂપ છે. કેટલાક એને રૌદ્ર મંત્ર કહે છે કેમકે તે શિવની રૂદ્ર સ્વભાવની રજૂઆત કરે છે. ત્ર્યંબકમ એ શિવની ત્રણ આંખોનો સંકેત આપે છે. કહેવાય છે કે શુક્રાચાર્ય ઋષિએ પોતાના તપ દ્વારા ભગવાન શિવને પ્રસન્ન કર્યા હતા અને તેમણે મૃત્યુ પામેલાને સજીવન કરી શકે તેવા સંજીવની મંત્રની રચના કરી હતી જે શિવ દ્વારા તેમને અપાયેલ જીવન-બહાલ વિદ્યાનું આ મંત્ર એક રૂપ છે. ગાયત્રી મંત્ર જેટલું જ મહત્ત્વ આ મંત્ર ધરાવે છે.
જો તમે સાચી શ્રદ્ધા અને સમર્પણથી ભગવાન શિવની પૂજા કરો તો ભોલેનાથ બહુ સરળતાથી પ્રસન્ન થાય છે અને ભક્તને વરદાન આપતા હોય છે. શિવપૂજાના વિવિધ મંત્રોમાં મહામૃત્યુંજય મંત્ર સર્વ શક્તિમાન મંત્ર કહેવાયો છે.