અસ્થિ વિસર્જન
અસ્થિ વિસર્જન- પરિવાર મા કોઈ વ્યક્તિ મરણ પામે ત્યારે અગ્નિ સંસ્કાર પછી થતી પહેલી વિધિ એ અસ્થિ (હાડકાં) વિસર્જન ને ૩ દિવસ મા કરી દેવું પડે છે .
અસ્થિ વિસર્જન- પરિવાર મા કોઈ વ્યક્તિ મરણ પામે ત્યારે અગ્નિ સંસ્કાર પછી થતી પહેલી વિધિ એ અસ્થિ (હાડકાં) વિસર્જન ને ૩ દિવસ મા કરી દેવું પડે છે .
આપણે જોઈએ છીએ કે મૃતાત્માનાં અસ્થિનું નદીનાં પાણીમાં વિસર્જન કરવામાં આવે છે. ખાસ કરીને ગંગા નદીમાં અસ્થિ વિસર્જન કરવાની માન્યતા પણ ચાલી આવેલી છે. તો શા માટે નદીઓમાં કરવામાં આવે છે અસ્થિ વિસર્જન? ચાલો જાણીએ નદીઓમાં થતાં અસ્થિ વિસર્જનની ભીતરની ધાર્મિક બાબતો...
ઘણા દિવસોથી મનમાં એક જ પ્રશ્ન ઉદ્દભવી રહ્યો હતો. આખરે મૃત શરીરનો અંતિમ સંસ્કાર શા માટે કરવામાં આવે છે? હું જે ધર્મ સાથે સંબંધ રાખું છું તે ધર્મના શાસ્ત્રો પ્રમાણે મૃત શરીરને દફનાવવાનો નહીં પરંતુ અગ્નિદાહ આપીને સંસ્કાર કરવામાં આવે છે. એટલે મનમાં એ પ્રશ્ન ઉદ્દભવે છે કે, શા માટે આપણે અંતિમ સંસ્કાર જેવી રીતો પ્રમાણે ચાલીએ છીએ?
જો મૃત શરીરને અગ્નિદાહ આપીએ છીએ તો તેની વધેલી રાખ (અસ્થિ)ને નર્મદા ગંગા અથવા કોઈ પવિત્ર નદીમાં શા માટે વહાવીએ છીએ? જે સંબંધી જે હવે આ દુનિયામાં રખ્યું જ નથી તેના આ દુનિયા છોડીને ચાલ્યા જવાથી કોઈક ને કોઈક સંબંધ જોડાયેલો છે. એટલે ક્યારેક એવો વિચાર મનમાં આવે છે કે, તેઓના ચાલ્યા જવાથી આ રાખ જ તેઓની અંતિમ નિશાની છે.
જે ધરતીને આ નદીનું પાણી સ્પર્શ કરે છે, એ સ્થાનને ફળદ્રુપ બનાવે છે. એનો અર્થ એ છે કે, મૃત્યુ બાદ મનુષ્યની અસ્થિઓ પ્રકૃતિને એક નવું જીવન બક્ષવા માટે લાભકારી સિદ્ધ થાય છે.