પિતૃદોષ શ્રાદ્ધ
નારાયણ નાગબલી- પિતૃદોષ- પ્રેત બલી –પંચબલિ –નીલોદ્વાહ
નારાયણ બલિ ભૂત બલિ નારાયણ બલિ નીલ પરણાવવી પંચ બલિ પિતૃદોષ , નાગ ( સર્પ ) દોષ , કાલસર્પ વિગરે દોષોના નિવારણ માટે વિદ્વાન કર્મકાંડી બ્રાહમણ પાસે સંપૂર્ણ શાસ્ત્રોકત વિધિ કરાવવાથી જ પિતૃગણ દોષ મુકત થાય છે . અને મોક્ષ પ્રાપ્તિના અધિકારી બને છે . ચંડીપુર યાને ચાંદોદ જેવા પવિત્ર તિર્થક્ષેત્રમાં શ્રાધ્ધાદિ પિંડદાન અને વિધિયુકત તર્પણ , શ્રાધ્ધ , દાન , નારાયણ બલિ , કિર્તન તથા જપાદિ કરવાથી પિતૃઓને અવશ્ય શાંતિ મળે છે . અને પિતૃઓ સદ્ગતિને પામે છે . જેને કારણે આવી વિધિ કરાવનાર જાતકને શુભ ફળ અવશ્ય પ્રાપ્ત થાય ભગવાન શ્રી કૃષ્ણના જણાવ્યા પ્રમાણે “ જેના વંશમાં પ્રેત દોષ રહે છે તે સંસારના સુખોથી અલિપ્ત રહે છે . પ્રેત બાધા હોવાને કારણે મનુષ્યની મતિ , પ્રીતી , રતિ , લક્ષ્મી , અને બુદ્ધિ- એ પંચ તત્વનું ઉન્મેલન થાય છે . અને ત્રીજી યા પાંચમી પેઢીએ પ્રેતબાધાગ્રસ્ત કુળનો વિનાશ થાય છે ” . ( ગરૂડ પુરાણ અ .૨૦ ) આપણા શાસ્ત્રોમાં તેમજ પુરાણોમાં પણ નારાયણબલિ શ્રાધ્ધ અંગે અનેક પુરાવા મળે છે . નારાયણબલિ કોઈ ‘ બલિની વિધિ નથી પણ ભગવાન વિષ્ણુના સંદર્ભમાં કર્મ છે , ઘરમાં બાધા શાંતિ માટે ગાયત્રી યજ્ઞ કે સત્યનારાયણની કથા કરાવીએ છીએ તેવું જ આ એક પિતૃકર્મ છે ' . નારાયણ બલિ વિધિ માટે માં નર્મદા ચાંદોદ દક્ષિણ પ્રયાગ તિર્થ ક્ષેત્ર પ્રસિદ્ધ છે . એ શ્રેષ્ઠ સ્થળ ચાંદોદ નર્મદા કિનારો છે . જયારે કોઈ પરિવારમાં મુશ્કેલીઓ અવારનવાર આવે , શારીરીક અથવા અન્ય કોઈ પીડા ત્રાસદાયક બને , ઘરમાં લગ્ન કે સંતાનના જન્મ જેવા શુભ પ્રસંગમાં વિલંબ થયા કરે , કુટુંબમાં અકાળે અપમૃત્યુના બનાવો બને અથવા ધંધા - વ્યવસાય માં પડતી કે બરકત ન આવે ત્યારે કોઈ પિતૃ તરફથી એટલે કે પિતૃ દોષ ના કારણે આમ થાય છે.આવું જણાય તો પિતૃ દોષ નિવારણ માટે નારાયણ બલી શ્રાદ્ધ કરાવવું આવશ્યક છે.
પિતૃદોષને કારણે બનતી હકીકતો : (1)રિદિધ - સિદિધ જવા માંડે ( ૨ ) તમામ કાર્યોમાં રૂકાવટ અથવા વિલંબ આવે . ( ૩ ) લગ્ન , સંતાન , નોકરી , મકાનમાં દોષ થતા વિલંબ કે નિષ્ફળતા . ( ૪ ) ધંધા - વ્યવસાયમાં બરકત ન આવે કે પડતી થાય . ( ૫ ) જળ - સર્પના સ્વપ્નો આવે . ( ૬ ) કુટુંબમાં અપમૃત્યુ કે કોર્ટ - કચેરીના કેસો થાય વિગેરે . ( ૭ ) પરિવારમાં અટુલાપણું અથવા કલહ થાય . ( ૮ ) અગત્યની તકો દૂર થતી જણાય . કલંકિત બનાવો બને .
પિતૃઓને નિમંત્રણ : નારાયણબલિમાં પિતૃઓને નિમંત્રણ અત્યંત જરૂરી છે . અને નિમંત્રણની સંપૂર્ણ વિધિ કાળજીપૂર્વક કરવી જોઈએ , જેમ આપણે સારા નરસા પ્રસંગે સ્વજનને નિમંત્રણ પાઠવીએ છીએ એમ “ નારાયણબલિ ” કર્મકાંડમાં અસદ્ગતિ પ્રાપ્ત થયેલ પિતૃઓના મોક્ષ માટે અત્યંત વિનમ્ર ભાવે નિવેદન કરવાનું હોય છે . નારાયણબલિ માટે પિતૃ નિમંત્રણની વિધિની સંપૂર્ણ માહિતી www.chandod.com પર થી જ મળી શકશે . વધુમાં નારાયણબલિ ની વિધિ શાસ્ત્રોમાં જણાવેલ મુહુર્તમાં એટલે કે જે તે દિવસે કરવી તે પણ ઘણુંજ અગત્યનું જ છે . નારાયણબલિના દરેક માસના મુહર્તા ની માહિતી શકશે . આસનો અને અનાજ પાથરવાથી , મુર્તિઓ , પિંડ કે કુલો મુકવાથી આ વિધિ સંપન નથી થતી . આ તો એક સાધના છે , સાધ્ય તો આ વિધિની યોગ્ય તબકકાવાર મંત્રસિધ્ધ વિધિ ખુબજ જરૂરી છે . વિષ્ણુપુરાણ મુજબ , “ શ્રાધ્ધ થી તૃપ્ત થઈ પિતૃગણ સમગ્ર કામનાઓ પૂર્ણ કરી નાંખે છે.વાલ્મિકી રામાયણ મુજબ ભગવાન રામે પણ વનવાસ દરમ્યાન કેટલીક જગ્યાએ પિંડદાન અને તર્પણ કર્યુ હતું . ખાસ નોંધ : રજસ્વલા કે ગર્ભસ્થ સ્ત્રીઓ એ આ વિધિથી અલિપ્ત રહેવું . કુટુંબમાં કોઈનું નિધન થયું હોય તો આ વિધિ 1 વર્ષ પછીજ કરાવવી . ( 3 ) સાથે આવેલ સંબંધીઓ માંથી સગોત્ર સિવાયની વ્યકિત પૂજા પૂર્ણ થયા પછીજ આ વિધિમાં ભાગ લઈ શકે છે . અને તર્પણ કરી શકે છે . નારાયણબલિએલે ........ નારાયણબલિ એ આપણાં પિતૃઓના મોક્ષ માટેનો એક શ્રેષ્ઠ મહાયજ્ઞ છે . પિતૃદોષ તેમજ પિતૃઋણમાંથી મુકિત માટે નારાયણબલિ કરાવવો જોઈએ એવું એક શાસ્ત્રોકત મંતવ્ય છે . ( ૧ ) ( ૨ ) નારાયણબલિ કરાવવાના મુખ્ય ચાર સંકેતોઃ કુટુંબમાં સંતાન પ્રાપ્તિનો અભાવ એટલે કે સંતાન ન થતા હોય અથવા સંતાનમાં ફકત કન્યાજ હોય તો પુત્ર પ્રાપ્તિ માટે તેમજ સંતાન મૃત જન્મતા હોય તો જીવિત રાખવા માટે અથવા લગ્ન ન થતા હોય કે લગ્નમાં વિલંબ થતો હોય તે દૂર કરવા માટે અથવા કુટુંબમાંથી કલહ દૂર કરી શાંતિ સ્થાપવા માટે . અકસ્માતથી , દાઝવાથી , પાણીમાં ડુબી જવાથી કે કોઈ અન્ય કારણસર અપમૃત્યુ થયું હોય કે કોઈ ઇચ્છા બાકી રહી જવાથી મૃત્યુ થયું હોય તેવા જીવાત્માની તૃપ્તિ તેમજ મુક્તિ કરાવવા માટે . કુટુંબમાં ઘરમાં આર્થિક ઉન્નતિ લાવવા માટે તેમજ કુટુંબના સભ્યની કાયમી બિમારી દૂર કરવા માટે તેમજ જાતકની કુંડળીમાં રહેલા પિતૃદોષના નિવારણ માટે . આપણાં પિતૃઓના મોક્ષાર્થે , ઋણમાંથી મુકત થવા માટે તેમજ સ્વખુશી માટે નારાયણબલિવિધિ એક અમોઘ શસ્ત્ર છે
Pitru dosh is a concept in Hinduism where it is believed that the ancestors of an individual are unhappy and cause problems in their life, either due to their own misdeeds or unfulfilled desires. It is said that performing certain rituals and prayers can alleviate pitru dosh and bring peace to the ancestors and the individual's life. Some common remedies for Pitru dosh include performing shradh ceremonies, donating to charity, offering food to Brahmins, and reciting pitra dosh nivaran stotra.
નીલોદ્વાહ :- પરિવાર મા કોઈ કુંવારું (લગ્ન કર્યા વગર નું )દેવ લોક પામે ત્યારે એ જીવાત્મા માટે નીલ પરણાવી ની વિધિ કરવી પડે છે.