શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ

શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ
Posted May 17, 2019

પિતૃમાં અર્યમા શ્રેષ્ઠ છે. અર્યમા પિતૃના દેવ છે. અર્યમાને પ્રણામ. પિતા, પિતામહ અને પ્રપિતામહ છે. માતા, માતામહ અને પ્રમાતામહ તમને પણ વારંવાર પ્રણામ. આપ અમોને મૃત્યુથી અમૃતની તરફ લઈ ચાલો.
પિતૃ માટે શ્રદ્ધાથી કરવામાં આવેલ મુક્તિ કર્મને શ્રાદ્ધ કહે છે અને તૃપ્ત કરવાની ક્રિયા અને દેવતાઓ, ઋષિઓ કે પિતૃને ચોખા કે તલ મિશ્રિત જળ અર્પણ કરવાની ક્રિયાને તર્પણ કહે છે. તર્પણ કરવું જ પિંડદાન કરવું છે. શ્રાદ્ધ પક્ષનું માહાત્મ્ય ઉત્તર અને ઉત્તર-પૂર્વ ભારતમાં વધુ છે.
તમિલનાડુમાં અમાવસાઈ, કેરલમાં કરિકડા બાબુબલિ અને મહારાષ્ટ્રમાં આને પિતૃ પંઘરવડા નામથી ઓળખે છે.
હે અગ્નિ, અમારા શ્રેષ્ઠ સનાતન યજ્ઞને સંપન્ન કરનારા પિતૃના જેવા
દેહાંત થવા પર શ્રેષ્ઠ એશ્વર્યવાળા સ્વર્ગને પ્રાપ્ત કર્યું છે એવા જ યજ્ઞોમાં આ ઋચાઓનું પઠન કરતા સમસ્ત સાઘનોથી યજ્ઞ કરતાં અમે પણ એ જ અૈશ્વર્યવાન સ્વર્ગને પ્રાપ્ત કરીએ
– યજુર્વેદ
શ્રાદ્ધ અને તર્પણનો અર્થ : સત્ય અને શ્રદ્ધાથી કરવામાં આવેલ કર્મ શ્રાદ્ધ અને જે કર્મથી માતા પિતા અને આચાર્ય તૃપ્ત થાય એ તર્પણ છે. વેદોમાં શ્રાદ્ધને પિતૃ યજ્ઞ કહેવામાં આવે છે. આ શ્રાદ્ધ તર્પણ આપણા પૂર્વજો, માતા,પિતા અને આચાર્યના પ્રત્યે સન્માનનો ભાવ છે. આ પિતૃ યજ્ઞ સંપન્ન થાય છે સંતાનોત્પતિ અને સંતાનની યોગ્ય શિક્ષા દીક્ષાથી. આનાથી જ ‘પિતૃ ઋણ’ પણ ચૂકતે થાય છે. વેદાનુસાર યજ્ઞ પાંચ પ્રકારના હોય છે. ૧. બ્રહ્મ યજ્ઞ ૨. દેવ યજ્ઞ ૩. પિતૃ યજ્ઞ ૪. વૈશ્વદેવ યજ્ઞ ૫. અતિથિ યજ્ઞ.
આ પાંચ યજ્ઞને પુરાણ અને અન્ય ગ્રંથમાં વિસ્તારપૂર્વક આપવામાં આવ્યા છે. આ પાંચ યજ્ઞમાંથી જ એક યજ્ઞ છે પિતૃ યજ્ઞ. જેને પુરાણમાં શ્રાદ્ધ કર્મની સંજ્ઞા આપવામાં આવી છે.
શ્રાદ્ધ કર્મનો સમય : પિતૃ યજ્ઞ કે શ્રાદ્ધ કર્મને માટે ભાદરવા મહિનાનો કૃષ્ણ પક્ષ જ નક્કી કરવામાં આવ્યો છે. સૂર્ય કન્યા રાશિમાં રહેતા સમયે ભાદરવા કૃષ્ણ પક્ષ પિતૃ પક્ષ કહેવાય છે. જે આ પક્ષ અને દેહ ત્યાગની તિથિ પર પોતાના પિતૃનું શ્રાદ્ધ કરે છે એ શ્રાદ્ધથી પિતૃ તૃપ્ત થઈ જાય છે.
કન્યા રાશિમાં સૂર્ય રહેવા પર પણ જ્યારે શ્રાદ્ધ નથી થતું તો પિતૃ તુલા રાશિના સૂર્ય સુધી સમગ્ર કારતક માસમાં શ્રાદ્ધની રાહ જુએ છે અને ત્યારે પણ જો ન થાય તો સૂર્યદેવના વૃશ્ચિક રાશિ પર આવતાં પિતૃ નિરાશ થઈને પોતાના સ્થાન પર પરત ફરે છે.
શ્રાદ્ધ કર્મના પ્રકાર : નિત્ય, નૈમિત્તિક, કાંસ્ય, વૃદ્ધિ, પાર્વણ, સંપિંડન, ગોષ્ઠ, શુદ્ધિ, કર્માંગ, દૈવિક, યાત્રા અને પુષ્ટિ.
તર્પણ કર્મના પ્રકાર : પુરાણોમાં તર્પણને છ ભાગમાં વિભક્ત કરવામાં આવે છે. ૧. દેવ તર્પણ, ૨. ઋષિ-તર્પણ, ૩. દિવ્ય માનવ તર્પણ, ૪. દિવ્ય પિતૃ તર્પણ, ૫. યમ-તર્પણ, ૬. મનુષ્ય-પિતૃ-તર્પણ.
શ્રાદ્ધના નિયમ : શ્રાદ્ધ પક્ષમાં વ્યસન અને માંસાહાર સંપૂર્ણ રીતે વર્જિત માનવામાં અવે છે. પૂર્ણત: પવિત્ર રહીને જ શ્રાદ્ધ કરવામાં આવે છે. શ્રાદ્ધ પક્ષમાં શુભ કાર્ય વર્જિત માનવામાં આવે છે. રાત્રે શ્રાદ્ધ નથી કરવામાં આવતું. શ્રાદ્ધનો સમય બપોરે બાર વાગ્યાથી એક વાગ્યાની વચ્ચે યોગ્ય માનવામાં આવે છે. કાગડા, કૂતરાં અને ગાયો માટે પણ અન્નનો અંશ કાઢે છે કારણ કે આ બધા જીવ યમના ખૂબ નિકટ છે.
શ્રાદ્ધ કર્મનો લાભ :
।। શ્રદ્દ્યા દીયતે યસ્માત્ તચ્છાદમ્।।
ભાવાર્થ : શ્રદ્ધાથી શ્રેષ્ઠ સંતાન, આયુ, આરોગ્ય, અતુલ, એશ્વર્ય અને ઈચ્છિત વસ્તુઓની પ્રાપ્તિ થાય છે.
વ્યાખ્યા : વેદોના મુજબ આનાથી પિતૃ ઋણ ચૂકવી શકાય છે. પુરાણ મુજબ શ્રદ્ધા યુક્ત થઈને શ્રાદ્ધ કર્મ કરવાથી પિતૃ ગણ જ તૃપ્ત નથી થતા, પણ બ્રહ્મા, ઈન્દ્ર, રુદ્ર, બંને અશ્વિનીકુમાર, સૂર્ય, અગ્નિ, અષ્ટવસુ, વાયુ, વૈશ્વદેવ, ઋષિ, મનુષ્ય, પશુ પક્ષી અને સરિસૃપ વગેરે સમસ્ત ભૂત પ્રાણી પણ તૃપ્ત થાય છે. સંતુષ્ટ થઈને પિતૃ મનુષ્યોને માટે આયુ, પુત્ર, યશ,સ્વર્ગ, કીર્તિ,પુષ્ટિ, બળ, વૈભવ, પશુ, સુખ, ધન અને ધાન્ય આપે છે.•